Friday, 9 March 2018

ગ્રીન ઈંડિયા ક્લીન ઈંડિયા પ્રોજેક્ટ

તા:09-03-2018નાં રોજ સરકારી ઈજનેરી કૉલેજ પાટણ(કતપુર) ખાતે યુવા ફાઉન્ડેશનનાં ગ્રીન ઈંડિયા ક્લીન ઈંડિયા પ્રોજેક્ટ અંતર્ગત 50 જેટલાં વૃક્ષો વાવીને એ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો, અને ચાલું વર્ષ 2018માં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને હરીયાળું બનાવવાં અને ભારતને સ્વચ્છ બનાવવાં માટે MISSION 2018નો પ્રારંભ કર્યો, જેમાં યુવા ફાઉન્ડેશનાં ઉપ પ્રમુખ અપૂર્વભાઈ પટેલ પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોર, સંદિપભાઈ રાવલ તથા સમગ્ર કૉલેજ સ્ટાફ પણ વૃક્ષો
વાવીને ઉછેરવાનો સંકલ્પ લીધો.
   
આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન નૈતિક ડોડીયા અને પ્રોજેક્ટ કૉ-ચેરમેન જય પટેલ દ્રારા MISSION 2018નો પ્રારંભ કરવામાં આવ્યો.
યુવા ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં આયોજિત ગ્રીનઈંડિયાક્લિન_ઈંડિયા અંતર્ગત વૃક્ષા- રોપણનો કાર્યક્રમ યોજાશે, જેમાં વૃક્ષોનાં રોપણની સાથે સાથે વૃક્ષોનું જતનને ખાસ મહત્વ આપવામાં આવશે.

તા:- ૦૯-૦૩-૨૦૧૮
સમય:- 11:00 AM
સ્થળ:- સરકારી ઈજનેરી કૉલેજ, પાટણ(કતપુર)

#Green_India_Clean_India
Mission_2018

No comments:

Post a Comment