તા. ૨૩ માર્ચનાં રોજ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા ફાઉન્ડેશનનાં પ્રૉજેક્ટ #Helping_Hand દ્રારાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ સાંજે મગનલાલ ભૂખણદાસ વાણિયાની ખાભીથી હૅમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વસિટી સુધી શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ભારતીય સેનામાં શહીદ થયેલાં જવાનો, શહીદ પરીવારજનો અને શહીદ પરીવારજનોનાં હાથે મગનલાલ ભૂખણદાસ વાણિયાની ખાભીને પૂષ્પાંજલી અર્પણ કરી શહીદ સન્માન યાત્રાની શરૂઆત કરવામાં આવી.
અને અંતે રાત્રે રંગભવન ખાતે BSF બૅન્ડ અને સીમાં સુરક્ષાદળનાં જવાનો અને પાટણનાં દેશપ્રેમી નાગરીકોની ઉપસ્થિતિમાં દેશભક્તી ગીતો, મૌન દ્રારાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સંત સ્વામી નીજાનંદ, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સીમાં સુરક્ષાદળનાં અધિકારી અજયકુમાર કે.તિવારીનાં હસ્તે ગત્ વર્ષમાં ભારતદેશ માટે શહીદ થયેલાં પાંચ શહીદવીર ગોપાલસિંહ ભદોરીયા (અમદાવાદ), હરદીપસિંહ ઝાલા (કચ્છ), માવજીભાઈ મકવાણા (સુરેન્દ્રનગર), પ્રદીપસિંહ કુશવાહ (અમદાવાદ), સોહાગકુમાર પ્રજાપતિ (મહેસાણા) ને સન્માનપત્ર દ્રારાં સન્માન કરવામાં આવ્યું.તથા પાંચેય શહીદ વીરો ના પરિવારજનો ને રૂપિયા 51000/- નો ચેક અર્પણ કરવામો આવ્યો.