Wednesday 15 August 2018

15 ઓગસ્ટ

15 ઓગસ્ટ  ના રોજ યુવા ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી  રેન્જ ના ત્રણ  સૌથી ઊંચા શિખરો 1) Guru Sikhar-5740 ft 2) Bimali-5500 ft તથા 3) Palanpur Point-5433 ft પર ટ્રેકિંગ કરીને રાષ્ટ્રધ્વજ  ફરકાવી રાષ્ટ્રગાન  કરવામા આવ્યું.
            



Sunday 25 March 2018

૨૩ માર્ચ શહીદ દિવસ

તા. ૨૩ માર્ચનાં રોજ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા ફાઉન્ડેશનનાં પ્રૉજેક્ટ #Helping_Hand  દ્રારાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ સાંજે મગનલાલ ભૂખણદાસ વાણિયાની ખાભીથી હૅમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વસિટી સુધી  શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ,  ભારતીય સેનામાં શહીદ થયેલાં જવાનો, શહીદ પરીવારજનો અને શહીદ પરીવારજનોનાં હાથે મગનલાલ ભૂખણદાસ વાણિયાની ખાભીને પૂષ્પાંજલી અર્પણ કરી શહીદ સન્માન યાત્રાની શરૂઆત કરવામાં આવી.

અને અંતે રાત્રે રંગભવન ખાતે BSF બૅન્ડ અને સીમાં સુરક્ષાદળનાં જવાનો અને પાટણનાં દેશપ્રેમી નાગરીકોની ઉપસ્થિતિમાં દેશભક્તી ગીતો, મૌન દ્રારાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સંત સ્વામી નીજાનંદ, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સીમાં સુરક્ષાદળનાં અધિકારી અજયકુમાર કે.તિવારીનાં હસ્તે ગત્ વર્ષમાં ભારતદેશ માટે શહીદ થયેલાં પાંચ શહીદવીર ગોપાલસિંહ ભદોરીયા (અમદાવાદ), હરદીપસિંહ ઝાલા (કચ્છ), માવજીભાઈ મકવાણા (સુરેન્દ્રનગર), પ્રદીપસિંહ કુશવાહ (અમદાવાદ), સોહાગકુમાર પ્રજાપતિ (મહેસાણા) ને સન્માનપત્ર દ્રારાં સન્માન કરવામાં આવ્યું.તથા પાંચેય શહીદ વીરો ના પરિવારજનો ને રૂપિયા 51000/- નો ચેક અર્પણ કરવામો આવ્યો.

ટ્રેકિંગ કેમ્પ

ભવિષ્યમાં કેટલા ટ્રેકિંગ કેમ્પ અમે પૂર્ણ કરસુ તેનો ખાય્લ નથી પરંતુ પ્રથમ કેમ્પ ક્યારેય ભૂલાસે નહીં.
 #masti #awosomeview #firsttreckingcamp #caving#trecking #zipline#climbing #repelling #nighttracking #nightcaving


#yuva foundation

Friday 23 March 2018

૨૩ માર્ચ રક્તદાન શિબિર

તા. ૨૩ માર્ચનાં રોજ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા ફાઉન્ડેશનનાં પ્રૉજેક્ટ #Helping_Hand  દ્રારાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં #Helping_Hand નાં પ્રૉ-ચૅરમેન સિધ્ધાંત પટેલ, કૉ-ચૅરમેન વિરલ પટેલ, અને શ્રીનલ પટેલ દ્રારાં આ પ્રૉજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.

Tuesday 20 March 2018

વિશ્વ ચકલી દિવસ

તા:20-03-2018નાં રોજ હર્ષપ્લાઝા કોમ્લેક્ષ ટેલીફોન એક્ષચેન્જ રૉડ,પાટણ ખાતે યુવા ફાઉન્ડેશન, આર્યાવ્રત નિમાર્ણ ટ્રસ્ટ અને કે.ડી પોલીટેકનીક(NSS યુનિટ)નાં સહયોગથી વિશ્વ ચકલી દિવસની ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો.

      જેમાં  યુવા ફાઉન્ડેશનનાં પ્રમુખ વિશાલભાઈ પટેલ અને કે.ડી પોલીટેકનીક(NSS યુનિટ)નાં સી.એન.દેસાઈ એ ચકલીનાં માળા, પાણી માટે કુંડા આપી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.

 
 જેમાં યુવા ફાઉન્ડેશનનાં વિશાલભાઈ પટેલ, અપૂર્વભાઈ પટેલ, મહેશભાઈ સુથાર, યશભાઈ પટેલ, નૈતિકભાઈ ડોડિયા,  ઉમંગભાઈ લિમ્બાચિયા, ધ્રુમિતભાઈ પ્રજાપતિ એ ખુબ જ ઉત્સાહથી સાથ અને સહકાર આપ્યો.

Friday 9 March 2018

ગ્રીન ઈંડિયા ક્લીન ઈંડિયા પ્રોજેક્ટ

તા:09-03-2018નાં રોજ સરકારી ઈજનેરી કૉલેજ પાટણ(કતપુર) ખાતે યુવા ફાઉન્ડેશનનાં ગ્રીન ઈંડિયા ક્લીન ઈંડિયા પ્રોજેક્ટ અંતર્ગત 50 જેટલાં વૃક્ષો વાવીને એ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો, અને ચાલું વર્ષ 2018માં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને હરીયાળું બનાવવાં અને ભારતને સ્વચ્છ બનાવવાં માટે MISSION 2018નો પ્રારંભ કર્યો, જેમાં યુવા ફાઉન્ડેશનાં ઉપ પ્રમુખ અપૂર્વભાઈ પટેલ પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોર, સંદિપભાઈ રાવલ તથા સમગ્ર કૉલેજ સ્ટાફ પણ વૃક્ષો
વાવીને ઉછેરવાનો સંકલ્પ લીધો.
   
આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન નૈતિક ડોડીયા અને પ્રોજેક્ટ કૉ-ચેરમેન જય પટેલ દ્રારા MISSION 2018નો પ્રારંભ કરવામાં આવ્યો.
યુવા ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં આયોજિત ગ્રીનઈંડિયાક્લિન_ઈંડિયા અંતર્ગત વૃક્ષા- રોપણનો કાર્યક્રમ યોજાશે, જેમાં વૃક્ષોનાં રોપણની સાથે સાથે વૃક્ષોનું જતનને ખાસ મહત્વ આપવામાં આવશે.

તા:- ૦૯-૦૩-૨૦૧૮
સમય:- 11:00 AM
સ્થળ:- સરકારી ઈજનેરી કૉલેજ, પાટણ(કતપુર)

#Green_India_Clean_India
Mission_2018

Sunday 21 January 2018

Siachen Awareness Drive

We  organize  seminar on the 21 jan,  2018 to people know about which difficulty face our soilder and Things we should know about the unforgiving Siachen Glacier and the life of Indian soldiers who are defending the world's highest battlefield to save our motherland.