Saturday 25 March 2017

બનાસકાંઠા પૂર રાહત કાર્ય

  બનાસકાંઠા પૂર રાહત કાર્ય.

 सेवा है यज्ञ... एक आहुति हमारी भी हो..!!

બનાસકાંઠા માં આવેલ ભયાનક કુદરતી હોનારત માં યુવા ફાઉન્ડેશન દ્વારા મદદ નો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો.  જુલાઇ ૨૦૧૭ માં બનાસકાંઠા માં ભયાનક પૂરે સમગ્ર વિસ્તાર માં ભારે નુકશાન કરેલ તથા જનજીવન ને માઠી અસર થઈ હતી, આવા સમયે અન્ય સામાજિક સંસ્થાઓ ની જેમ યુવા ફાઉન્ડેશન દ્વારા પણ મદદ નો એક નાનો પ્રયાસ કરવામો આવ્યો.જેમો યુવા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માં પહોચી એક કુટુંબ ને અઠવાડીયા પૂરતું ચાલે તેટલા રાશન ની કીટ તથા કપડાં,ઓઢવા તથા પાથરવા માટે જરૂરી સામાન  વિસ્તરણ કરવામાં આવ્યો.આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારા નું વિતરણ કરવમાં આવ્યું.

રાહત સામગ્રી ની યાદી
         
                              ઉપરોક્ત રાહત સામગ્રી ના પૅકિંગ માટે સમગ્ર યુવા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી ને સમગ્ર કાર્ય ને સફળ બનાવવામાં આવ્યું.આ કાર્ય માટે જરૂરી સર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ દ્વારા અગાઉ કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર કાર્ય ને વધુ સહેલાઈ થી પાર પાડવામાં આવ્યું.આ સમગ્ર કાર્ય માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ ના સ્વયંસેવકો એ  પણ  ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્ય ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

આ કાર્ય વખતની એક તસવીરી ઝલક..........



                                  वंदे मातरम्

No comments:

Post a Comment